181 મહિલા હેલ્પલાઈન બારડોલી ટીમ દ્વારા સરદાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ સાથે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવેલ.

*181 મહિલા હેલ્પલાઈન બારડોલી ટીમ દ્વારા સરદાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ સાથે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવેલ.*

ગુજરાત રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ દરમ્યાન ‘નારી વંદન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે.

જેના પાંચમાં દિવસે બારડોલી ખાતે સરદાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ સાથે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતગાર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન 181 મહીલા હેલ્પલાઇન ટીમના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ અને એ.એસ.આઈ ચૌધરી વનિતાબેન દ્વારા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન જે ચોવીસ કલાક મહિલાઓને મુશ્કેલીના સમયે મદદ,માર્ગદર્શન, સલાહ, સુચન અને બચાવ કરતી હેલ્પલાઈનની જાણકારી આપવામાં આવેલ. આ ઉપરાંત પોતાની સલામતી બાબતે જાગરૂકતા રાખવી, મોબાઈલ દ્વારા બિનજરૂરી કોલ મેસેજ કરી હેરાન કરતા રોમિયો, સાઈબર ફ્રોડ વગેરે કિસ્સાઓ વિષે સભાનતા કેળવવી જરૂરી છે. દરેક વિધાર્થીઓ પોતના સ્માર્ટ મોબાઈલમાં 181 ની એપ્લીકેશન ડાઉનલોડ કરવી જેથી મુશ્કેલી ના સમયે ઉપયોગી બને શકે અને 181 ની સેવાઓ ઝડપ થી મેળવી શકાય છે. ત્યારબાદ સરકારશ્રીની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને અલગ અલગ હેલ્પલાઇન 100,112,1098 વિશે માર્ગદર્શન આપેલ.181 હેલ્પલાઇનના પેમ્પલેટ વિતરણ કરેલ છે.

વિદ્યાર્થિનીઓ પોતાના જીવનમાં સક્ષમ થાય અને જીવનમાં પોતાના કારકિર્દીનો લક્ષ્ય નક્કી કરી આગળ આવે તેવી શુભેચ્છા પાઠવેલ. આમ મહિલા કર્મયોગી દિવસની નિમિત્તે વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ વધે તથા જરૂર પડયે યોગ્ય સહાય મેળવવા માટેની જાણકારી પ્રાપ્ત થાય તે હેતુ સાથે સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ સરદાર કન્યા વિદ્યાલયના આચાર્યના સંકલનમાં રહી તેમજ સ્ટાફના સહકારથી સફળ બનાવવામાં આવ્યો છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल