બારડોલીમાં ૧૨ વર્ષીય કિશોરી સાથે આધેડ દ્વારા શારીરિક અડપલાં: એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

*બારડોલીમાં ૧૨ વર્ષીય કિશોરી સાથે આધેડ દ્વારા શારીરિક અડપલાં: એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ*

બારડોલીના એક ગામમાં રહેતી ૧૨ વર્ષીય સગીરા સાથે શારીરિક અડપલાંનો બનાવ સામે આવ્યો છે. મંગળવારે બપોરના સમયે, દશરથભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ નામનો એક શખ્સ કિશોરીના ઘરની બહાર જ તેને પાછળથી પકડીને શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો. તેણે કિશોરીના શરીર પર હાથ ફેરવી અડપલાં કર્યા હતા, જેનાથી કિશોરી ગભરાઈ ગઈ હતી.

ડરી ગયેલી સગીરાએ તાત્કાલિક તેની માતાને આ ઘટના વિશે જાણ કરી હતી. ત્યારબાદ માતાએ આ મામલે બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મધરાત્રે દશરથ મહેન્દ્ર રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બારડોલી ગ્રામ્ય ના પી.આઈ. પી.એન. જાડેજા કરી રહ્યા છે….

 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल