આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બારડોલી નગર દ્વારા શહીદ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

દેશ ના ઓરિસ્સામાં બનેલ ઘટના જેમાં ઓરિસ્સા NSUI (કોંગ્રેસ યુવા પાંખ)ના પ્રમુખ ઉદીપ પ્રધાન દ્વારા વિદ્યાર્થિની ના પીણામાં ભોજનમાં ડ્રગ્સ ભેળવી બેભાન કરી બળાત્કાર ગુજારવામાં આવ્યું તેવા નરાધમ સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય કરનાર ઉદિત પ્રધાન ના વિરોધમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બારડોલી નગર અને જાહેર જનતા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની ઘોર નિંદા કરે છે સમગ્ર ભારતમાં વારંવાર માતાઓ બહેનો પર બનતી આવી ઘટનાઓને અટકાયત ની માંગ કરી આવા આરપીઓને ફાંસીની સજા થાય અને કડક પગલાં લેવાય તેવી એબીવીપીએ માંગ કરી છે.

આ વિરોધ પ્રદર્શન ની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ની સાથે સાથે જાહેર જનતા , યુવરાજસિંહ તોમર બારડોલી નગર મંત્રી, સહમંત્રી ભાવિન જોશી અને વિશેષ ઉપસ્થિત દેવભાઈ અગ્રાવત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત વિભાગ સમિતિ સદસ્ય ના નેતૃત્વમા કાર્યક્રમ યોજાયો હતો..
ગુજરાત આત્મીયતા ન્યૂઝ :- શહીદ ચોક ,મુદિત પેલેસ, બારડોલી. : તંત્રી :- હિમાંશુ ઠાકોર : 9016924808






