‘છેલ્લી ઇચ્છા પુરી કરજો, મારી બોડીને ગળે લગાવી લેજો,’ ઈમોશનલ નોટ લખી બેન્કમાં ફરજ દરમ્યાન આપઘત કર્યો..
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : Last Updated:
July 18, 2025
અમરેલીના ખાંભા તાલુકામાં 25 વર્ષીય ભૂમિકાએ બેન્કમાં ફરજ દરમિયાન ઝેરી દવા ગળી આપઘાત કર્યો છે. આ પગલું ભરતા પહેલા તેણે એક ઈમોશનલ સુસાઈડ નોટ લખી હતી, જેમાં લાખો રુપિયાનું દેવું અને અતિંમ ઈચ્છાનો ઉલ્લેખ કરેલો છે.
આર્થિક દેવાના કારણે પગલુ ભર્યું: સુસાઈડ નોટ
અમરેલી: ખાંભા તાલુકામાં એક ખાનગી બેન્કમાં ફરજ બજાવતી 25 વર્ષીય યુવતીએ એક ઈમોશનલ સુસાઈડ નોટ છોડી આપઘાત કરી લીધો છે. જુવાન યુવતીએ બેન્કમાં ફરજ દરમિયાન જ ઝેરી દવા ગળગળાવી જીવન ટૂંકાવતા સ્થાનિક વિસ્તારમા શોક મચી ગયો
પોલીસે તપાસ દરમિયાન ભૂમિકાએ આ પગલું ભર્યા પહેલા લખેલી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, તે 28 લાખ રૂપિયાના દેવાના બોજ નીચે દબાઈ ગઈ હતી, અને આ દેવું Shine.com નામની કંપની સાથે સંકળાયેલું હતું. વધુમાં તેણે સુસાઈડ નોટમાં પોતાના માતા-પિતાને સંબોધીને લખ્યું છે કે, ‘મૃત્યું બાદ માતા-પિતાને 5 લાખ રુપિયા પણ મળશે, આ સાથે PFના રુપિયા પણ પડ્યા હશે, તે પણ નીકાળી લેજો’ ભૂમિકાએ ઈમોશનલ થઈને સુસાઈડ નોટમાં તેની છેલ્લી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી કે, “મારી બોડી ઘરે આવે ત્યારે મને ગળે લગાડી લેજો. પ્લીઝ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેજો.”
આ નોટે પરિવારજનો અને સ્થાનિક સમુદાયમાં ગમગીની ફેલાવી દીધી છે. ભૂમિકાના આપઘાતથી તેનો પરિવાર અને ખાંભા તાલુકાના ભાડ ગામના રહેવાસીઓ આઘાતમાં છે. યુવાન વયે આવા આકરા પગલાને કારણે સ્થાનિક સમુદાયમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ખાનગી બેન્કોમાં કામનું દબાણ, નાણાકીય તાણ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ સાથેના વ્યવહારોની સલામતી અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.
હાલ આ મામલે ખાંભા પોલીસે સુસાઈડ નોટને આધારે તપાસ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ભૂમિકા ઓનલાઈન જોબ પોર્ટલ Shine.com સાથે જોડાયેલી હતી, જેના કારણે તેના પર 28 લાખ રૂપિયાનું દેવું થયું હોવાનું નોંધાયું છે. પોલીસ હવે આ દિશામાં વધુ તપાસ કરી રહી છે કે. શું આ દેવું કોઈ ઓનલાઈન છેતરપિંડીનો ભાગ હતું કે અન્ય કોઈ આર્થિક વ્યવહારનું પરિણામ હતું, તેની વિગતો હજુ સ્પષ્ટ થવાની બાકી છે.
ખાંભા પોલીસે આ કેસમાં આકસ્મિક મોતની ફરિયાદ નોંધી છે અને ભૂમિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ ટીમ દ્વારા Shine.com સાથેના નાણાકીય વ્યવહારોની વિગતો, ભૂમિકાના બેન્ક ખાતાની ચકાસણી, અને તેના સહકર્મીઓ તેમજ પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે, અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે.
છેલ્લી ઇચ્છા પુરી કરજો, મારી બોડીને ગળે લગાવી લેજો,’ ઈમોશનલ નોટ લખી બેન્કમાં ફરજ દરમિયાન યુવતીનો આપઘાત
| 28 લાખનું દેવું થઈ જતા યુવતીએ આપઘાત કર્યો |
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : અમરેલી : 9016924808






