ગાયત્રી પ્રજ્ઞા મંદિર. જેપી નગર, બારડોલીમાં ગુરુપૂર્ણિમાપર્વની ભવ્ય ઉજવણી.

અત્રે ગાયત્રી પ્રજ્ઞામંદિર 33 જેપી નગર બારડોલી ખાતે 9 જુલાઈ 2025 બુધવાર ના રોજ ગાયત્રી મંત્ર જપ તથા ગુરૂ ગીતા પાઠ, ગુરુ બાવની નો કાર્યક્રમ સંપન્ન થયો.

તારીખ 10 જુલાઈ 2025 ના રોજ ગુરુવારે સવારે 8 થી 12 કલાક દરમિયાન ગુરુ પૂર્ણિમાનું મુખ્ય પર્વ ની ઉત્સાહ ઉમંગભર ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆતમાં ગુલાબભાઈ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.
ગુરુદેવ ના પ્રખર પ્રજ્ઞા અને
માતાજી ના સજલ શ્રદ્ધા નુ વિશેષ પૂજન પ્રભાતસિંહ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું.

મુખ્ય કળશનું પૂજન આસ્તા નિવાસી રમેશભાઈ તથા જ્યોતિબેન દ્વારા કરવામાં આવ્યું.
નવગ્રહનું પૂજન તથા ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષ ગુરુપૂજન બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા ગુરુનું પૂજન ગાંધીનગર મહિલા મંડળની બહેનો દ્વારા કરવામાં આવ્યું
ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે શાંતિ કુંજ હરિદ્વારથી પૂજન કરી લાવેલ પાદુકાનું પુરુષોકત વિશેષ મંત્રો દ્વારા પૂજન અર્ચન બધા પરિજનો દ્વારા કરવામાં આવ્યું.
ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ગુરુ દક્ષિણામાં દરેક પરિજન દ્વારા મહિનામાં એક દિવસ ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર થી આપેલ માહિતી મુજબ સમાજ સેવા ના અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સંકલ્પ લેવામાં આવ્યો

દીપ યજ્ઞના માધ્યમથી સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાંતાબેન પટેલ,વિનોદભાઈ પટેલ ઉત્તમભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી : તંત્રી :- હિમાંશુ ઠાકોર : Mo : 9016924808






