Editor : Himanshu Thakor : 9016924808
— 168- ચોર્યાસી વિધાનસભા ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ દ્વારા આયોજિત “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું.

— વક્તાશ્રી જગદીશભાઈ પારેખ દ્વારા “વન નેશન, વન ઈલેક્શન”ના ફાયદાઓ ઉપસ્થિતોને જણાવ્યાં.

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ 168- ચોર્યાસી વિધાનસભા ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ દ્વારા આયોજિત- સુરતનો “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન સુરત કૃષિબજારના ખાતે યોજાયું હતું. જેમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ પોતાની આગવી શૈલીમાં સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. ત્યાર બાદ મુખ્ય વક્તા તરીકે એક રાષ્ટ્ર, એક ચૂંટણીના ગુજરાત પ્રદેશના સહસંયોજક જગદીશભાઈ પારેખએ ઉપસ્થિત

૪૪૫ લોકોને “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”નાં ફાયદાઓ જણાવી કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થતાં જંગી ખર્ચમાં સીધો ઘટાડો થશે, સાથે જ ચૂંટણી પહેલાં આચાર સંહિતા લાગૂ પડતી હોય છે જેને કારણે પ્રાથમિક અને જરૂરી સુવિધાનાં કામો વિલંબમાં પડે છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે એક મહિનામાં આવશે જેથી બાકીના દિવસોમાં જરૂરી સુવિધાના કામો ઘોંચમાં પડે તે પહેલાં તેને ચોક્કસ સમયે પૂર્ણ કરી લોકાર્પણ કરી શકાય.

બીજી તરફ ચૂંટણીની કામગીરીમાં વહીવટી કર્મચારીઓ પણ આ કામકાજમાં જોડાઈ જતાં હોવાને કારણે સરકારી કચેરીના કામોમાં પણ નાહકનો વિલંબથાય છે જેનું પણ નિવારણ આપમેળે જ આવી જશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરતાં વાહનોમાં ઘટાડો થશે, પ્રદૂષણ ઘટશે જેનો સીધો લાભ પર્યાવરણને થશે જે માનવજીવનના તંદુરસ્તી માટે મહત્વની કડી સાબિત થઈ શકે છે. બીજી તરફ ટ્રાન્સ્પોર્ટેશન ઘટશે જે લાંબે ગાળે ઈંધણ અને સમયનો બચાવ કરી લાવશે. ઈલેક્શન દરમિયાન સ્ટેશનરીનો જબરો ઉપયોગ થાય છે તે ઘટતાં વૃક્ષોનું અકાળે નિકંદન નીકળતું અટકશે. મતદાતાઓમાં પણ જાગૃતિ આવશે અને પાંચ વર્ષે એક જ વાર ચૂંટણી મુદ્દે મતદાન કરવાનું થતાં નોકરી-ધંધાઓ ઉપર થનારી વિપરીત અસર ટાળી શકાશે.

એક રાષ્ટ્ર, એક ચૂંટણી પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં સુરત મહાનગર ભાજપના પ્રમુખ પરેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જનકભાઈ પટેલ (બગદાણાવાળા), ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી કિશન ભાઈ પટેલ,તથા 168 ચોર્યાસી વિધાનસભાના પદાધિકારીઓ, હોદેદારો, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સુરત મહાનગર – જિલ્લાના મહામંત્રીઓ, તથા વોર્ડના કોર્પોરેટરો, ઉપથિત રહ્યા હતાં.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ: સુરત : 9016924808 : તંત્રી :- હિમાંશુ ઠાકોર






