વહેવલ શાળામાં શિક્ષક નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો.
તમારી નિવૃત્તિ પર ખૂબખૂબ શુભેચ્છાઓ. હવે પછીનું જીવન તમે તમારા મિત્રો અને પરિવાર સાથે સ્વસ્થ અને સુખી રીતે જીવો તેવી હું ઈચ્છા કરું છું.
નિવૃત્તિની હાર્દિક શુભકામનાઓ .નોકરી માં સાથે વીતેલી યાદો ના સંસ્મરણ બનશો તમે.
પદવી ની આ નિવૃત્તિ પછી કાલ એક અમૃત બનશો તમેઆટલા વર્ષો સુધી સખત મહેનત કર્યા પછી, તમે તમારી બધી ઈચ્છઓના હકદાર છો. નિવૃત્તિ પછીનું જીવન અદભુત રહે તેવી પ્રભુને પાર્થના.
શાળાના શિક્ષક સતીશ પટેલ અને રાજકમલ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું. તાલુકાના ટી.પી.ઈ. ઓ કેતનભાઇ અને બી.આર.સી હિતેશભાઈ પણ હાજર રહ્યા હતા. નિવૃત્ત શિક્ષક હીરાભાઈ પટેલ વય મર્યાદા અને કારણે આ શાળામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે શાળા વ્યવસ્થાપન સમિતિ સમગ્ર ગામજનો, વિદ્યાર્થી, વિદાય સમારંભના સહભાગી થયા હતા. શાળાના સ્ટાફ, મિત્રોને ગામજનો બાળકો દ્વારા હીરાભાઈ પટેલને નિવૃત્ત બાદ પોતાનું જીવન પરિવાર સાથે સુખમય વિતાવે એવા ભાવ સાથે એમને વિદાય આપવામાં આવી.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : સુરત : 9016924808






