
૨૬ જૂન-‘આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ’ નિમિત્તે સુરતવાસીઓને ડ્રગ્સના દૂષણ સામે જાગૃત્ત કરવા માટે સુરત શહેર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પાલ ખાતે ડ્રગ્સ વિરોધી જાગૃતિ રેલી યોજાઈ હતી.

પાલ આર.ટી.ઓ. સર્કલ થી પાલ પોલીસ સ્ટેશન સુધી આયોજિત આ રેલીમાં પોલીસ અધિકારી-કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ‘સે નો ટુ ડ્રગ્સ, સે યસ ટુ સ્પોર્ટ્સ’, ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’, ‘કેફી પદાર્થનું સેવન એટલે વગર નિમંત્રણથી મોતને આમંત્રણ’, જીવનને કહો હા, ડ્રગ્સ દૂષણને કહો ના’ જેવા સંદેશ આપતા બેનરો, કટઆઉટ સાથે સમાજમાં ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ ફેલાવી હતી.






