Breaking News: વિસાવદર બેઠક પર AAPના ઉમેદવારની જીત

વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ બેઠક પર 75,906 વોટ સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાની ભવ્ય જીત થઈ છે. જ્યારે ભાજપને 58,325 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના માત્ર 5,491 જ મત મળ્યા છે. ત્યારે આ બેઠક પર ગોપાલ ઈટાલીયાની 17,581 મતે જીત થઈ છે.

વિસાવદરમાં ગોપાલ ઈટાલીયાની જીત

ચર્ચીત સીટ એવી વિસાવદરની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આ બેઠક પર AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. ગોપાલ ઇટાલિયાની 17581 મતોની લીડથી જીત થઈ છે. ભાજપ આ વર્ષે પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસ તો બધેથી સાફ થઈ રહી છે અહીં કોંગ્રેસને માત્ર 5,491 જ મત મળ્યા છે.

આ બેઠક ખુબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું બાદ આ બેઠક ખાલી પડી હતી. ત્યારે હવે આ જ બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા જીતી ચૂક્યા છે.


Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल