તાપી જિલ્લામાં યોજાનાર ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ

તાપી જિલ્લામાં યોજાનાર ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ

*ચુંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા સૂચના*

*બેઠકમાં ચુંટણી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં*

માહિતી બ્યુરો, તાપી. તા. ૧૮ જૂન, સોમવાર

રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીના કાર્યક્રમ મુજબ તાપી જિલ્લાની ૯૬ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન તા.૨૨/૬/૨૦૨૫ તથા મતગણતરી તા.૨૫/૬/૨૦૨૫ ના રોજ થનાર છે. જેની પૂર્વતૈયારીના ભાગરૂપે આજે રાજ્ય ચુંટણી કમિશ્નરશ્રી અને ગૃહ વિભાગના સચિવશ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી.

વિડીયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ક્લેક્ટર શ્રી વિપિન ગર્ગ દ્વારા ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે પોલિંગ સ્ટાફની તાલીમ, કાઉન્ટીગ સ્ટાફની તાલીમ, ડિસ્પેચીંગ અને રીસિવિંગની કામગીરી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. આ ઉપરાંત, હાલ જિલ્લામાં વરસાદી માહોલને ધ્યાને લઈ યોગ્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી. ચુંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ચુંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા સર્વે અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, અધિક જિલ્લા ક્લેક્ટરશ્રી આર. આર. બોરડ અને ચુંટણી તંત્ર સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल