સુરત : જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નાગરિકોની સુરક્ષા અને જાગૃત્તિ અંગે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલના આયોજન અંગે બેઠક યોજાઈ
![]()
![]()
——–
આજે શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ (સ્મીમેર હોસ્પિટલની પાસે) અને માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક ખાતે ૫.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે: સાંજે ૫.૦૦ વાગ્યે સાયરન વાગશે
———-
રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન બ્લેકઆઉટ (અંધારપટ) કરવામાં આવશે: બ્લેક આઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ
——
કટોકટીની સ્થિતિ, યુદ્ધની સ્થિતિ, હવાઈ હુમલામાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ‘ઓપરેશન શિલ્ડ’નો આશય: જિલ્લા કલેક્ટર
——
બ્લેકઆઉટમાં નાગરિકોને ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવાનો અનુરોધ કરતા ઈ.પોલીસ કમિશનર વાબાંગ ઝમીર







