બારડોલી જનતા કો-ઓ.ક્રેડિટ સો. લિ.ની ૨૫મી વાર્ષિક સામાન્ય સભામાં તમામ કામો સર્વાનુમતે મંજુર

બારડોલી તા.૨૮-૦૫-૨૦૨૫ : બારડોલી જનતા કો-ઓ.ક્રેડિટ સોસાયટી લિ.ની પચ્ચસમી વાર્ષિક સામાન્ય સભા સંસ્થાનાં પ્રમુખ નિરંજન માનાજી મિસ્ત્રીનાં અધ્યક્ષ સ્થાને મળી. સભામાં ગણપૂર્તિ કાર્યપાલક હાજરી થતાં સભામાં વર્ષ દરમ્યાન સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને સહકારક્ષેત્રની હસ્તીઓ તથા નામી અનામી સભાસદોનાં અવસાનની નોંધ લઇ ઉભા થઇ બે મિનીટ મૌન રાખી શ્રધ્ધાંજલી આપવામાં આવી. ત્યાર બાદ અધ્યક્ષશ્રીએ પોતાનાં સ્વાગત પ્રવચનમાં સંસ્થાનાં ૨૫ વર્ષનાં વિકાસનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો. તા.૩૧-૦૩-૨૦૨૫નાં રોજ સંસ્થાની કુલ થાપણ ૯૮.૨૬ કરોડ અને કુલ ધિરાણ રૂ. ૬૩.૫૧ કરોડ મળી કુલ રૂ. ૧૬૧.૭૭ કરોડ બિઝનેસ ધરાવતી આ સંસ્થાનું સુકાન સોંપવા બદલ થાપણ મુકનાર તથા ધિરાણ મેળવનાર તમામ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને આજ રોજ સંસ્થાની કુલ થાપણ રૂ. ૧૦૩ કરોડ હોવાનું જણાવ્યુ હતુ. ડિસેમ્બરમાં સંસ્થાનાં રજત જયંતિ મહોત્સવમાં પોતાનો કિંમતી સમય ફાળવી હાજર રહી અને પ્રોગ્રામને સફળ બનાવવા બદલ સંસ્થાનાં આધસ્થાપકો, માજી ડિરેક્ટરો, આમંત્રિતો, બારડોલી નગર તથા સુરત અને અમદાવાદની સહકારી સંસ્થાઓનાં હોદ્દેદારો ,સભાસદ ભાઇ બહેનો તથા નામી અનામી શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો. રજત જયંતિ નિમિત્તે રૂ. ૨000 ની ભેટ આપવાનાં નિર્ણયને સભાસદોએ ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. કારણ કે આપણી સંસ્થા ગુજરાતની પ્રથમ સહકારી સંસ્થા છે જેમણે સભાસદોને પોતાની પસંદગીની રૂ. ૨000ની ભેટ આપી છે. આ ગીફટની પરમીશન માટે સહાયરૂપ થનાર શ્રી જે.જે.શાહ (નિવૃત રાજ્ય રજિસ્ટ્રારશ્રી, ગાંધી નગર), મે.જિલ્લા રજીસ્ટ્રાર ધ્રુવિન પટેલ, શ્રી હરેશભાઇ કાછડ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરનાં સેકશન અધિકારી એસ.એસ.પ્રજાપતિનો આભાર વ્યકત કર્યો હતો. વર્ષ દરમ્યાન ઉપપ્રમુખશ્રી મનિષભાઇ પટેલ, માનદમંત્રી જગદીશભાઇ, સહમંત્રી નિલેશભાઇ ગુપ્તા તથા કા.સભ્યોએ આપેલ નોંધપાત્ર સેવાની નોંધ લીધી હતી તથા વર્ષ દરમ્યાન સંતોષકારક કામગીરી કરનાર મેનેજરશ્રી દિનેશચંદ્ર પ્રજાપતિ તથા કર્મચારીગણની કામગીરીને બિરદાવી હતી. વર્ષ ૨૦૨૪-૨૫નો ચો. નફો રૂ. ૩.૦૨ કરોડ થયો હોવાનું જણાવ્યુ હતુ. આ વર્ષે પણ ચો. નફામાંથી સભાસદોને ૧૫ ટકા ડિવિડન્ડ અને રૂ. ૭૫૦/-ની ભેટકુપન આપવાની જાહેરાત કરી હતી. પેટા કાયદા નં. ૩૧ મુજબ સંસ્થાનાં મેનેજર દિનેશચંદ્ર પ્રજાપતિએ એજન્ડા મુજબની કાર્યવાહી કરી હતી. સભામાં તમામ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. આભાર વિધી ઉપપ્રમુખ મનિષભાઇ પટેલે કરી હતી. તથા સમગ્ર સભાનુ સંચાલન નિલેશભાઇ ગુપ્તાએ કર્યુ હતુ.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી 9016924808






