⋅*સુરત જિલ્લાના બારડોલીમાં વહેલી સવારે પવન વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: શહેર મા અનેક વૃક્ષો ધરાશાયી, જનજીવન પ્રભાવિત*
બારડોલી પંથકમાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મીની વાવાઝોડા સમાન તેજ પવનો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલા આ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
સવારે 6 30 વાગ્યા થી ૮ વાગ્યા સુધી
શરૂ થયેલા ભારે પવન અને વરસાદે *બારડોલી આસપાસ*ના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણી થયું બારડોલી શામળીયા મોરા વિસ્તારમાં પાણી ભરાયા . તેજ પવનોના કારણે અનેક ઠેકાણે મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા.
વહેલી સવારે હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ માર્ગો પર વૃક્ષો પડવાથી વાહનવ્યવહારને અસર થઈ હતી.
આ ઉપરાંત, બારડોલી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં પણ વાતાવરણ આવું જ રહેવાની શક્યતા છે. ખેડૂતોને પણ આ કામોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ પણ સાવચેતી રાખવા માટે સુચના અપાઈ છે. 
ગુજરાતના માથેથી ચક્રવાતનું સંકટ ટળ્યુ ! વરસાદી સંકટ યથાવત્ રહેશે, 35-50 કિમી ઝડપે પવન ફુંકાશે
ગુજરાતના માથે તોળાતુ ચક્રવાતનું સંકટ હવે ઓછુ થતુ દેખાઇ રહ્યું છે..અરબ સાગરમાં બનેલું સાયક્લોન તેની દિશા બદલી ચૂક્યું છે પણ તેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં વર્તાશે તે પણ નક્કી છે..હવામાન વિભાગ અને નિષ્ણાંતોએ આગાહી કરી છે તે મુજબ આવનાર 5 દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે

Editor : Himanshu Thakur






