સુરત ખાતે યુનિફોર્મ સિવિલ કોડ સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી

—-
સમિતિએ રાજ્યમાં UCC કાયદા અંગે સુરત જિલ્લાના વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓના સૂચનો-મંતવ્યો મેળવ્યા
—-
યુનિફોર્મ સિવિલ કોડ કોઈ ધર્મ કે સંપ્રદાયના રીતિ-રિવાજને સ્પર્શતો નથી: સમિતિના ચેરપર્સનશ્રી રંજના દેસાઈ
—-
નાગરિકો સમાન નાગરિક ધારા અંગે પોતાના મંતવ્યો (https://uccgujarat.in) પોર્ટલ પર તથા પત્ર મારફતે મુક્તમને તા. ૧૫ એપ્રિલ સુધી જણાવી શકે છેઃ સમિતિના સભ્યશ્રી સી.એલ.મીના
—–
સમાન સિવિલ કોડને ધર્મના ચશ્માથી જોવાશે નહીં, પરંતુ સમજદારી અને તર્ક સાથે જોવામાં આવશે: સમિતિના સિનિયર એડવાઈઝર શત્રુઘ્ન સિંઘ
—-
ગુજરાતમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે બનેલી કમિટીએ સુરતની મુલાકાત લીધી
——
ગુજરાત આત્મીયતા ન્યુઝ સુરત
9016924808






