બારડોલી :- ગુજરાત રાજ્ય ગાંધીનગર સંગીત નાટક અકાદમી અને ધ મેજિક સ્ટ્રિંગસ મ્યુઝિકલ ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે સુગમ સરગમ કાર્યક્રમ. યોજાયો.. 

  1. ⋅બારડોલી :- ગુજરાત રાજ્ય ગાંધીનગર સંગીત નાટક અકાદમી અને ધ મેજિક સ્ટ્રિંગસ મ્યુઝિકલ ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે સુગમ સરગમ કાર્યક્રમ. યોજાયો.. 

બારડોલી :- ગુજરાત રાજ્ય ગાંધીનગર સંગીત નાટક અકાદમી અને ધ મેજિક સ્ટ્રિંગસ મ્યુઝિકલ ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે સુગમ સરગમ કાર્યક્રમ. યોજાયો..  સરદાર નગરી બારડોલી  

સરદાર નગરી બારડોલી ::- સિનિયર સિટીઝન હોલ, બારડોલી ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને સુરતના ધ મેજીક સ્ટ્રીગ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સુગમ સરગમ ગુજરાતી સુગમ ગીતો નો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નારી શક્તિ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર નિરંજનાબેન, શિક્ષણવિદ અજીતસિંહ સુરમા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્ર પટેલ, મયુરીકા જાદવ ,જીગર પટેલ, ડો.ઉર્વીબેન દેસાઈ અને બ્રહ્માકુમારીઝના જયશ્રીબેન વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતી ગીત અને નૃત્યનો કાર્યક્રમ સુરતના સુનિલ રેવર, અને પૂર્વીબેન શાહ, મહેન્દ્ર પટેલના વૃંદે રજુ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સ્વરાજ આશ્રમ બારડોલીના ટ્રસ્ટી શિક્ષણ પ્રેમી નારી શક્તિ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર નિરંજનબેન કલાર્થીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ સાથે નૃત્ય ગુરુ પૂર્વીબેન શાહનુ પણ સન્માન કરવામા આવ્યુ. ખૂબ મોટી સંખ્યામાં કલા રસિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા ગુજરાત સરકાર સંગીત નાટક અકાદમીનો પણ આર્થિક સહયોગ માટે આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીન મુલતાનીએ કર્યું હતું.


——————–
બારડોલી ::- સિનિયર સિટીઝન હોલ, 

ગુજરાત આત્મીયતા ન્યુઝ .સરદાર નગરી બારડોલી

એડિટર :- હિમાંશુસિંહ ઠાકોર

Mo :- 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल