તાપી :- ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજાઈ

 તાપી :- ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજાઈ

તાપી :- ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજાઈ

(ગુજરાત આત્મીયતા : બ્યુરો તાપી) તા.૧૫ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ કેટલીક બેઠક યોજાઈ હતી જેમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક પણ યોજાઈ હતી. ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં તાલુકા કક્ષાએ યોજાયેલી બેઠકોનો અહેવાલ, આધાર આધારિત અનાજ વિતરણ વ્યવસ્થાની સમીક્ષા, ત્રણ માસમાં નવા યોજાયેલા રેશનકાર્ડની વિગતો, વ્યાજબી ભાવની દુકાનોની તપાસણી તેમજ રેશન કાર્ડ ઈ-કેવાયસી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ તુરત જ કાયદો અને વ્યવસ્થા અંગેની બેઠક યોજાઈ હતી જેમાં સી.આર.પી.સીના, તડીપારના કેસો, પાક રક્ષણ માટે હથિયારોની અરજીઓ, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલતા કેસો, સમન્સ, વોરંટ, નોટીસની વિગતો જેવી તમામ બાબતોની વિગતો અધ્યક્ષને આપવામાં આવી હતી. આ ઉપરાંત નશાબંધી અને આબકારી કચેરી, ખોરાક અને ઔષધ નિયમનતંત્ર, શ્રમ અધિકારીશ્રીની કચેરી, વન વિભાગની કચેરી, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, કાનૂની માપ વિજ્ઞાન વિભાગની કચેરી અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગની કચેરી જેવી તમામ કચેરીઓની કામગીરી અંગે કલેકટર કક્ષાએથી સમીક્ષા કરવામાં આવી હતી.
ગુજરાત આત્મીયતા ન્યુઝ તાપી…. 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल