તાપી :- બાજીપુરા ખાતે રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું* – *તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કરાયું*

*બાજીપુરા ખાતે રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું*

બાજીપુરા ખાતે રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું*
-
*તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કરાયું*

*તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કરાયું*

માહિતી બ્યુરો, તાપી. તા. 22: દેશના ૭૬મા પ્રજાસત્તાક રાજયકક્ષાની ઉજવણી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે સવારે ૯ વાગ્યે કરવામાં આવશે. જે અન્વયે આજે બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું હતું. જેમાં તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કરાયું હતું.

આજના રિહર્સલમાં ગુજરાત જિલ્લા પોલીસના જવાનો દ્વારા જોમસભર વાતાવરણમાં અનુશાસનબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ તાપી જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સાહસ અને શૌર્યથી ભરપૂર સાંસ્કૃતિક કૃતિઓ તથા સાંપ્રત વિષયો પર આધારિત નૃત્યનાટિકાઓ, યોગાભ્યાસ, પ્રસ્તુત કર્યા હતા.

આ પ્રસંગે ઉચ્ચ અધિકારીશ્રીઓએ સમગ્ર કાર્યકમની બેઠક વ્યવસ્થા, આમંત્રિત મહેમાનો, પત્રકારો તેમજ જાહેર જનતા માટેની વ્યવસ્થાઓ, પાર્કિગ, પીવાના પાણી સહિત આનુસાંગીક વ્યવસ્થાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. રીહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, મામલતદારશ્રી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પ્રજાત્તાક પર્વની ઉજવણીની પૂર્વતૈયારીઓને અંતિમ ઓપ અપાયો હતો.
0000

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल