*સોનગઢ સિંધી સમાજ દ્વારા 555 મી ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી.*
તારીખ 15/11/2024 શુક્રવારે તાપી સોનગઢ ગુરુનાનક જયંતિ નિમિત્તે સોનગઢ સિંધી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમ કરી..
મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ ગુરુ નાનક ભગવાનના દર્શન અને
મહાપ્રસાદીનો લાભ લીધો હતો.
ગુરુ નાનક જયંતિ નિમિત્તે સિંધી સમાજ દ્વારા પાછલા 15 દિવસથી રોજ સવારે પ્રભાત ફેરી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યારે આજરોજ સોનગઢ ગુરુદ્વારામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માથું ટેકવા આવ્યા હતા અને ગુરુનાનક ભગવાન પાસે સર્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી સાથે આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની સાથે અન્ય ભાવિક ભક્તોએ પણ પ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર ગુજરાત સાથે તાપી જિલ્લાના સોનગઢ મા પણ ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી.