તાપી :- પ્રાથમિક શાળા અગાસવાણ ખાતે આદિજાતી રાજ્ય મંત્રી  કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા” અને ” એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજાયો* –

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*પ્રાથમિક શાળા અગાસવાણ ખાતે આદિજાતી રાજ્ય મંત્રી  કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા” અને ” એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજાયો*
પ્રાથમિક શાળા અગાસવાણ ખાતે આદિજાતી રાજ્ય મંત્રી  કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા" અને " એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો*
- 
*આદિજાતી રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે તાપી જિલ્લા સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)ના કુલ ૮૨૦૬ જેટલા વિવિધ કામોનું ખાતમુહુર્ત કરાયું*

*ઉપસ્થિત મહનુભાવો સહિત ગ્રામજનો સામુહિક સાફ-સફાઇ અને વૃક્ષારોપણ કરી સ્વચ્છતા અને પર્યાવણની જાળવણી કરવાના શપથ ગ્રહણ કર્યા

બ્યુરો તાપી : દેશના વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ  મોદી  દ્વારા શરુ કરવામાં આવેલ ‘સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.જે અન્વયે આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અગાસવાણ ખાતે આદિજાતી રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને “સ્વચ્છતા હી સેવા” અને “एक पेड मां के नाम” કાયક્રમ યોજાયો હતો.

સ્વચ્છતા હી સેવા”કાર્યકમ અંતર્ગત આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે તાપી જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) ગ્રામ્ય વિસ્તારોના સેગ્રીગેશન શેડ, સામૂહિક અને વ્યક્તિગત સોકપીટ-કમ્પોસ્ટપીટ સહિતના વિવિધ કુલ ૮૨૦૬ જેટલા કામોનું ખાતમુર્હૂત કરાયું હતું.

આ પ્રંસગે રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિએ સૌ તાપી વાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનનુ એક સ્વપ્નુ છે કે ભારત દેશ એક વિકસિત દેશ બને અને એ દિશામાં આગળ વધવા માટે વડાપ્રધાનશ્રી મોદીજીએ “સ્વચ્છતા હી સેવા” અભિયાનની એક પહેલ શરુ કરી છે.આ અભિયાન હેઠળ જનભાગીદારી સહિત અધિકારીઓ-પદાધિકરીઓ પણ પોતાની ભાગીદારી નોધાવી ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લાની તમામ જગ્યાઓને સ્વચ્છ બનાવવામાં આગળ વધે તે માટેનો વડાપ્રધાને સંકલ્પ કર્યો છે. ત્યારે આપણે સૌએ સાથે મળીને આપણા ગામ અને તાપી જિલ્લાને સ્વચ્છ બનાવવાનું છે.

વધુંમાં ઉમેર્યું હતું કે આપણે આપણા ઘર આંગણાથી સફાઇની શરુઆત કરવી પડશે, આપણું ગામ સ્વચ્છ તો તાલુકો સ્વચ્છ,તાલુકો સ્વચ્છ તો જિલ્લો સ્વચ્છ, જિલ્લો સ્વચ્છ તો રાજ્ય સ્વચ્છ અને રાજ્ય સ્વચ્છ હશે તો આપણો ભારત દેશ સ્વચ્છ બનશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું એક ભારત શ્રેષ્ઠ ભારત નું સ્વપ્ન સાકર થશે.

આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિનએ ” એક પેડ માં કે નામ” અંતર્ગત સૌને પોતાની માતા ના નામે એક વૃક્ષ રોપવા અને પોતાનો જન્મ દિવસ હોય કે એનિવર્સરી હોય અથવા કોઇ શુભ પ્રસંગ હોય ત્યારે મા ના નામે એક વૃક્ષ વાવવા અને તેનુ યોગ્ય જતન કરવા આહવાન કર્યું હતું.

સ્વચ્છતા હી સેવા” અને ” એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ સહિત અન્ય અધિકારી પદાધિકારીઓ સહિત ગ્રામજનો સામુહિક સફાઇ આભિયાનમાં જોડાઇ તાપી જીલ્લા સહિત ભારત દેશને સ્વચ્છ બનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.ત્યાર બાદ સૌ મહેમાનો સહિત ગ્રામજનોએ ૨૦૦થી વૃક્ષોનુ વાવેતર કર્યું હતું.

નોધનિય છે કે આ કાર્યક્રમ અંતગત તાપી જિલ્લા તાપી જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ના આયોજનમાં લિધેલ ગ્રામ્ય વિસ્તારો કામોમાં કુલ- ૧૦૪ શેગ્રીગેશન શેડ, ૫૦૮ સામૂહિક કપોસ્ટપીટ, ૧૩૪૮-સમુહિક સોકપીટ, ૨૮૪૯-વ્યક્તિગત કમ્પોસ્ટપીટ, ૩૩૯૫-વ્યક્તિગત સોકપીટ, ૦૧-પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ અને ૦૧-ગ્રે વોટર ટ્રિટમેન્ટ યુનિટ મળી કુલ ૮૨૦૬ જેટલા કામોનું ખાતમુર્હૂત રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ, મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારી સોનગઢ,તાલુકા પ્રમુખશ્રી સોનગઢ,ઉપપ્રમુખ સોનગઢ નગરપાલિકા અગાસવાણ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल