આજે બારડોલીના ઇસરોલી તાજપોર ખાતે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આજે બારડોલીના ઇસરોલી તાજપોર ખાતે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી હતી.
તાજપોર 15 મી ઓગસ્ટ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી ———-
નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં ૧૫મી, ઓગષ્ટ: ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સવારે બારડોલી તાલુકાના ઇસરોલી  તાજપોર સ્થિત આર.એન.જી પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ખાતે કરવામાં આવી. પ્રભારી મંત્રી રાષ્ટ્રના આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી જિલ્લા મથકે ન કરતા વારાફરતી તાલુકા મથકોએ કરવાનો અભિગમ રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે. જે શ્રૃંખલામાં વહીવટીતંત્ર દ્વારા સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન બારડોલી તાલુકામાં કરાયું હતું.
આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રજાજોગ સંબોધન કરી રાજય સરકાર દ્વારા સુરત જિલ્લાના નાગરિકો સુખાકારી તેમજ જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીથી પ્રજાને વાકેફ કર્યા હતા આ ઉપરાંત તેઓ દ્વારા વિશિષ્ટ કામગીરી કરનાર તેમજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ.તાલુકા ની વિવિધ શાળાના બાળકો એ દેશ ભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી. મંત્રી કનુભાઈ દેસાઈએ સ્વાતંત્ર પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल