અમેરિકા .શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામની શાખા શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ન્યુજર્શીનાં ૧૦ વર્ષ પૂર્ણ થયા

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

 અમેરિકા લોયાધામ

અમેરિકામાં અતિ ભવ્ય રીતે ઉજવાયો લોયાધામ મહોત્સવ -1

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામની શાખા શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ન્યુજર્શીનાં ૧૦ વર્ષ પૂર્ણ થયાજય સ્વામિનારાયણ તે અવસરે પરમ પૂજ્ય ગુરૂવર્ય શાસ્ત્રીજી સ્વામીશ્રી ઘનશ્યામપ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી લોયાધામ પરિવારના સર્વે ભક્તો માટે લોયાધામ મહોત્સવ–૧નું આયોજન ૨૦ થી ૨૮ જુલાઈ ૨૦૨૪ સુધી નવ દિવસ માટે થયું હતું. જેમાં પ્રથમ ચાર દિવસ Poconos Pennsylvania માં Chateau Resort માં લોયાધામ પરિવારના ભક્તોના સર્વાંગી વિકાસ માટે શિબિરનું આયોજન થયું હતું. જેમાં બાલ-બાલિકા શિબિર, કિશોર-કિશોરી શિબિર તેમજ યુવા-યુવતી શિબિરનાં આયોજન દ્વારા નવી પેઢીમાં સંસ્કાર, સત્સંગ અને શિસ્તનું સુંદર સિંચન કરવામાં આવ્યું હતું. પૂજ્યપાદ ગુરુજીની પાવન નિશ્રામાં આયોજિત આ શિબિરની થીમ Unity – એકતા રાખવામાં આવી હતી. ચાર દિવસ સુધી આ એક વિષયને અનુરૂપ અનેક પ્રકારના આયોજનો અને Presentation વિગેરે કરવામાં આવ્યા અને દરેક ભક્તોમાં આત્મીયતા અને સંપ સુદ્રઢ બને એવા દિવ્ય કાર્યક્રમો યોજાયા હતા. 300 કરતા વધારે ભક્તોએ આ શિબિરનો દિવ્ય લાભ લીધો હતો.એવી જ રીતે સોનામાં સુગંધ ભળે તેમ આ શિબિર દરમિયાન ગુરુપૂર્ણિમા ઉત્સવનું પણ અતિ દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોયાધામ પરિવારના ઘણી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પૂજ્ય ગુરુજીનાં પૂજનનો લાભ લીધો હતો અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
.એવી જ રીતે ૨૪ થી ૨૮ જુલાઈ સુધી પાંચ દિવસમાં લોયાધામ મંદિરમાં બિરાજમાન પીયુડા શ્રી ઘનશ્યામ મહારાજના દસમાં પાટોત્સવ નિમિત્તે Ukranian Cultural Center – Hall માં અતિ દિવ્ય લોયાધામ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 700 કરતાં પણ વધારે ભક્તોએ લાભ લીધો હતો. આ ઉત્સવમાં ખાસ કરીને પૂજ્યપાદ ગુરુજીની શ્રીનીલકંઠ વનવિચરણની કથા વાર્તાથી બધા ભક્તોને ખૂબ જ પોષણ અને પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. એવી જ રીતે બાળકો અને યુવાનોનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મહિલા મંચ તેમજ પીયુડા શ્રીઘનશ્યામમહારાજનો દિવ્ય અભિષેક અને ભવ્ય અન્નકૂટ વિગેરે આયોજનો અતિ અદભુત હતા. આ ઉત્સવ અંતર્ગત દેશભક્તિ વિષયક તથા અયોગ્ય વિષયક કાર્યક્રમો પણ યોજાયા હતા.આ ઉત્સવ દરમ્યાન અમેરિકાના ૧૨ થી વધારે સ્ટેટના ભક્તો આવ્યા હતા અને લંડન અને કેનેડાથી પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તથા ભારતથી પણ ભક્તો પધાર્યા હતા. ખાસ કરીને Raritan Town ના Mayor Nicolas J. Carra અને Council Man of Raritan Borough શ્રી ઉમેશ અગ્રવાલ અને ગાયત્રી પરિવારનાં દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયનાં Vice Chancellor શ્રી ચિન્મય પંડ્યાજી વિગેરે ઘણા બધા સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક મહાનુભાવો પણ ખાસ ખાસ પધાર્યા હતા.
રીપોર્ટર ‘:-  કનુભાઈ ખાચર

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल