લાયન્સ ક્લબ દ્વારા કોબા પ્રાથમિક શાળાના તમામ બાળકોને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું.
લાયન્સ ક્લબના પ્રમુખ મહેન્દ્રભાઈ પ્રજાપતિ અને એમની ટીમ ખૂબ જ ઉત્સાહથી તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી. સાથે એમના ઊંડા વિચારો રજૂ કર્યા .દરેક બાળકોને અભ્યાસમાં પડતી તકલીફો નોટબુક સ્ટેશનરી જેવી અનેક વસ્તુઓથી વંચિત ન રહે એવા હેતુસર દરેક બાળકોને નોટબુક આપવામાં આવી.
દાતાની દિલાવરી જુઓ, છૂટ્ટે હાથે કરે દાન.
દાતા થકી હર કાજમાં, ફૂકાય છે ભ’ઈ પ્રાણ..
દાતા વિના ધરમ સૂનો, દાતા વિણ ઘર,ગામ.
દાતા વિણ આ જગે કોઈ, ના થઈ શકે શુભ કામ…
આજરોજ લાયન્સ ક્લબના પ્રમુખ અને હિનાબેન દ્વારા કોબા પ્રાથમિક શાળાના તમામ બાળકોને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું છેવાડે આવેલું ગામ કોબા જ્યાં આવા દાતાશ્રીઓ દ્વારા બાળકોને અભ્યાસ અંતર્ગત ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. એના ભાગરૂપે મહેન્દ્રભાઈ એમને ટીમ દ્વારા તમામ બાળકોને નોટબુક આપવામાં આવી. કહેવાય છે કે દાન આપનાર વ્યક્તિ હોય એના હાથ ઉપર હોય છે ,અને દાન સ્વીકારનાર હોય એના હાથ નીચે હોય છે, એટલે જ આવા દાતાશ્રીઓને ભગવાને ખૂબ જ આપ્યું છે. એમના હાથ સદાય માટે ઉપર રહે અને આવી પ્રવૃત્તિઓ કાયમ કરતા રહે એવી શુભેચ્છા શાળાના આચાર્ય ડોક્ટર ધર્મેશ પટેલે પાઠવી અને અંતે કોબા ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા એમનો સન્માન કરવામાં આવ્યું એમને આભાર માન્યો. આવતા વર્ષે અમારા ગામના બાળકો માટે આવી સેવા કરતા રહો એવી અપેક્ષા સહ એમણે વિનંતી કરી. અને ગામમાં દર્દી માટે જરૂરી સાધનો આપવાં માટે જણાવ્યું છે. સાથે ઓલપાડ ગોલા. ગામ ના રહીશો દત્તુભાઈ હરેકૃષ્ણભાઈ ,અલ્પેશભાઈ હાજર રહ્યા હતા.