શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને નોટબુક પુસ્તક વિતરણ
શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા શ્રીમુક્તમુનિ મહોત્સવ એવં સદગુરૂ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પૂજ્ય પાદ ગુરૂવર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા કોઠારીશ્રી સર્જુવલ્લભ સ્વામી ના માર્ગદર્શન હેઠળ શ્રીલોયાધામ ની આજુ બાજુની શાળામાં વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં ઉત્સાહ અને ઉમંગ વધે એ માટે પ્રોત્સાહન રૂપે તેજસ્વી વિધાર્થીઓને નોટબુક પુસ્તક વિતરણ કરવામાં આવ્યુ હતુ.આજે તારીખ 12 જુલાઈ 2024 ના રોજ કેન્દ્રીવતી શાળા બાબરકોટ માં શ્રી લોયાધામથી પૂજ્ય અદભૂતવલ્લભ સ્વામી તથા પૂજ્ય પ્રભુવલ્લભ સ્વામી પધારીને ચોપડા વિતરણનું શુભકાર્ય સફળ ક્યું હતુ. પૂજ્ય અદભૂતવલ્લભ સ્વામી એ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ” વિદ્યા ધન છે એજ શ્રેષ્ઠ ધન છે અને સતત અભ્યાસથી પ્રાપ્ત થાય છે અને ક્યારેય નાશ પામતુ નથી “. કેન્દ્રીવતી શાળાના આચાર્યશ્રી તુષારભાઈ તથા અન્ય શિક્ષણગણ એવં બાબરકોટના રહેવાસી સ્નેહી સામાજીક કાર્યકર એવા કનુભાઈ ખાચર એ લોયાધામના સંતોનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો. શ્રીલોયાધામ મંદિર શ્રીમુક્તમુનિ મહોત્સવ એવં સદગુરૂ શતાબ્દી મહોત્સવ 2025 ઉપક્રમે લોયા,કુંડલી, ચુડા, ગઢીયા, સાંગણાપર આદિક શાળાઓમાં નોટબુક વિતરણ કરી ને શિક્ષણ જગતમાં ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતુ.