મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આજે ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત @Deakin યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ઇયાન માર્ટીને ઓસ્ટ્રેલિયાના કોન્સ્યુલેટ જનરલ પોલ મર્ફી અને પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. તે મણે ગિફ્ટ સિટીમાં ડિકીન યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા માટેની પ્રારંભિક પ્રક્રિયાથી લઈને અભ્યાસક્રમો શરૂ કરવા સુધીની તમામ સુવિધા ગુજરાત સરકારના સક્રિય સહયોગ અને પ્રો-એક્ટિવ અભિગમના કારણે માત્ર 18 મહિનાના ટૂંકા સમયમાં ઉપલબ્ધ થઈ શકી તે બદલ મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીને ફિનટેક હબની સાથે હાયર એજ્યુકેશન ફેસેલિટીઝનું પણ હબ બનાવવાની નેમ વ્યક્ત કરતાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમલી બનાવેલી નેશનલ એજ્યુકેશન પોલિસીને અનુરૂપ અભ્યાસ સુવિધા અને અભ્યાસક્રમોની પહેલ ગુજરાતમાં ઓસ્ટ્રેલિયાની આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ કરી છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ જનરલ સાથેની વાતચીતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઓસ્ટ્રેલિયા સાથેના સહયોગ બાબતે પરામર્શ કર્યો હતો તેમજ ગુજરાત અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે જે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ થયેલા છે તેને આગળ ધપાવવા SOP તૈયાર કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.