કામરેજ તાલુકા પંચાયત શાશક પક્ષના નેતા રમેશભાઈ સિંગાળા દ્વારા કામરેજ તાલુકાના માંકણા ગામનાં 4 થી 5 આગેવાનો એ રૂબરૂ મુલાકાત લઇ ગામની ગંભીર સમસ્યા વિશે ચર્ચા કરી સચોટ નિરાકરણ લાવવા પગલા ભરવામાં આવ્યા
તેઓએ કહ્યું કે ગામથી 200 મીટર દૂર અહીં ઘણી બધી *”નો પોલ્યૂશન ઝોન” મા ઇન્ડસ્ટ્રીઝો આવેલી છે.
આ પોલ્યૂશન ફેલાવતી ઇન્ડસ્ટ્રીઝો બાબતે ગામ લોકોની ફરિયાદ છે, કે આ ગંદુ, કલર વાળુ અને ખૂબજ જલદ એસિડ જેવું પાણી માંકણા ગામ તળ રોડને કાંઠેની ખુલ્લી ગટર મારફતે *માકડા ગામના તાળાવમા આવીને ભેગુ થાય છે, આ પાણી *એટલું જલદ છે, કે હાથમા કે પગમાં લાગે તો ફોલ્લા પડી જાય છે*.
તો મૂંગા પશુ આ ખુલ્લી ગટરનું પાણી પીવે તો શુ હાલત થતી હશે.
ગામ લોકોનું કહેવું છે કે આ જલદ પાણી ખુલ્લી ગટર મારફતે જમીનમાં પચે છે. આનાથી પીવાનાં બોરના પાણીમાં પણ કલર વાળું પાણી આવે છે. યો વિચારો આગળના દિવસોમાં અમારું હાલત શુ થશે.
અને આ પાણી શાકભાજી વગેરેમાં પણ નુકશાન કર્તા છે. અને આ શાકભાજી ખાવાથી પણ આગળના દિવસોમાં નુકશાન કર્તા છે.
*આ ઇન્ડસ્ટ્રીઝ માંથી નીકળતું પાણી માંકણા ગામ અને આવનાર નવી પેઢી અને ખેતરોના પાક માટે માટે ખૂબજ ખતરા રૂપ છે*.
આગળ 2 વર્ષ પહેલા *પરબ ગામમાં પણ 10 વર્ષ જૂની આવી સમસ્યા હતી*.
ત્યારે તેઓએ રમેશભાઈ ને જાણ કરી અને તેઓની ગંભીર સમસ્યા જણાવી 1 માસમાં તેનું નિરાકરણ લાવી દીધું હતું.
જે રીતે પરબ ઇન્ડસ્ટ્રીઝ વાળાઓએ કડોદરા ખાડી સુધી ગંદા અને જલદ પાણીનાં નિકાલ માટે નવી પાઇપ લાઈન લંબાવી એજ રીતે આ માંકણા ગામનાં *નો પોલ્યૂશન ઝોન* માંથી ઇન્ડસ્ટ્રીઝ વાળાઓ પણ પાઈપ લાઈન કરે જેથી આવનાર દિવસોમાં માંકણા ગામની નવી પેઢીને કોઈ નુકશાન ન થાય. જો આ પાણી નુ યોગ્ય નિકાલ કરવામાં આવે તો આ સમસ્યા નિરાકરણ આવી શકે તેમ છે.રમેશ શિગાળા તાલુકા પંચાયત ના નેતા શાસક પક્ષ દ્વારા માકણા ગામ ના રહીશોને યોગ્ય નિરાકરણ લાવવા મુદ્દે ખાતરી આપી છે