AI ક્ષેત્રે અગ્રેસર રહેશે ગુજરાત.
આઈ.ટી ક્ષેત્રની ટોચની કંપની ઈન્ટેલ કોર્પોરેશન સાથે ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રેડીનેસ અંગે મહત્ત્વના કરાર કર્યા છે.
🔹આ ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામ અંતર્ગત નવી ઉભરતી ટેક્નોલોજીને વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને નાગરિકો માટે સુલભ બનાવી શકાશે. આ પહેલને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ સહિત વિવિધ સ્ટેકહોલ્ડર્સના સહયોગથી અમલમાં મૂકવામાં આવશે.
🔹ઈન્ટેલ કોર્પોરેશન સાથેની આ ભાગીદારીથી ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશાના વિઝનને વેગ મળશે.