બારડોલી :- સ્ટેટ લેવલ અબેકસ એન્ડ મેન્ટલ એરીથમેટિક સ્પધૉમાં શાંતારામ ભટ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ, મોતા ‘ચેમ્પિયન’બની છે. .

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*સ્ટેટ લેવલ અબેકસ એન્ડ મેન્ટલ એરીથમેટિક સ્પધૉમાં શાંતારામ ભટ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ, મોતા ‘ચેમ્પિયન’* *બની* .શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોતા.

બારડોલી ના મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતરામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોતાના વિદ્યાર્થીઓએ એ તારીખ 07 /07 /2024 ના રોજ વડોદરા, હરણી ખાતે ક્યુબેટીક એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોર સ્થિત અબેકસ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા ત્રીજી સ્ટેટ લેવલ અબેકસ એન્ડ મેન્ટલ એરીથમેટીક સ્પર્ધા નું આયોજન કરાયું હતું. જેમા સમગ્ર ગુજરાતમાંથી 1000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં 7 થી 14 વર્ષના બાળકોએ 8 મિનિટમાં સરવાળા,બાદબાકી ગુણાકાર અને ભાગાકારના 200 દાખલા સોલ્વ કર્યા હતા. આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના પૂર્વ કુલપતિ વિનોદ કોઠારી અને એમ.એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ડીન ડો.કલ્પના ગવલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અબેક્સ મેન્ટલ મેથેમેટિક્સથી એક્યુરેસી,મેમરી તેમજ ટાઈમ મેનેજમેન્ટ જેવા પાસાઓ નો વિકાસ થાય એ કારણે જ શાળા દ્વારા ગણિત વિષય માં રસ આવે એ માટે આ વર્ગો ચલાવવામાં આવે છે.
આ સ્પર્ધામાં અમારી શાળાના 14 વિધાર્થીઓ એ ભાગ લીધો હતો. જેમા A2 ગ્રુપ માં 9 અને 10 વર્ષના બાળકો તેમજ A3 ગ્રુપ માં 11 થી14વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં
પટેલ ક્રિશ બલરામભાઈએ 164 દાખલા સોલ્વ કરીને *ચેમ્પિયન* જાહેર થયો હતો.
અલગ અલગ વિભાગમાં
4 બાળકો *રનર્સ અપ* થયાં હતા.જેમના નામ નીચે મુજબ છે.
1) પટેલ અવયુક્ત યોગેશભાઈ
2) ગજ્જર નીલ રાહુલભાઈ
3) વાંસીયા પરીના ગૌરવકુમાર
4) આહીર નક્ષ ગીરીશભાઈ.

તેમજ 9 બાળકો *ટોપ ટેન* માં ક્વોલિફાઈડ થયાં હતા.
જેમના નામ નીચે મુજબ છે.
1) પંચાલ પલ મયંકકુમાર
2) પટેલ આદિ તરુણભાઇ
3) ગોહિલ આરવ ધર્મેન્દ્રસિંહ
4) પ્રજાપતિ વિશ્વા કમલેશકુમાર
5) પટેલ આરોહી જિમીકુમાર
6) મિસ્ત્રી કાવ્યા જીતેન્દ્રભાઈ
7) જોશી માહી ધવલ
8) પંચાલ જશ લલિતકુમાર
9) ચૌધરી પલ હિમાંશુ.
સમગ્ર ગુજરાત રાજ્યમાં તીવ્ર હરીફાઈમાં આગળ વધીને આ બાળકોએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું સૌ શિક્ષક મિત્રોએ અને શાળા પરિવારે આવા બાળકોની અને શિક્ષકોની મહેનતને બિરદાવી હતી.સમગ્ર શાળામાં હર્ષનું વાતાવરણ સર્જીને ખાસ કરીને બાળકો ગણિતમાં વધારે રુચિ રાખે એ માટેનું એક પ્લેટફોર્મ તૈયાર થયું એ સૌએ અનુભવ્યું હતું.
શાળાના ક્યુબેટિકના ટ્રેનર ઝંખનાબેનને બેસ્ટ કોર્સ ઇન્સ્ટ્રક્ટર નો એવોર્ડ મળ્યો હતો
આ તમામ બાળકો અને શિક્ષકોને મોતા કેળવણી મંડળના પ્રમુખ નવીનભાઈ પટેલ, મંત્રી રમેશભાઈ પટેલ, તથા કેળવણી મંડળના સર્વ સભ્યો તેમજ શાળા ના આચાર્ય એ પણ અભિનંદન પાઠવ્યા હતા.

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल