ઓલપાડ :-ટકારમા પ્રાથમિક શાળા
તા – ઓલપાડ જિ – સુરત
બાળ સંસદ – ૨૦૨૪-૨૫
આજ રોજ તારીખ ૯/૭/૨૦૨૪ ને મંગળવાર ના રોજ ટકારમા પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪/૨૫ માટે મહામંત્રી તથા સહમંત્રી ની પસંદગી માટે ડિજીટલ ઉપકરણો ના ઉપયોગ થી ચુંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમના મત આપ્યા હતા.
મંત્રી તથા સહમંત્રી માટે કુલ ૬ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ધોરણ ૩ થી ૮ નાં ૧૦૬ વિદ્યાર્થી તથા શાળાના ૮ શિક્ષકો મળી કુલ ૧૧૪ વોટ EVM મશીન માં પડ્યા હતા. ચુંટણી ના અંતે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં શિવમ રામકરણ પંડિત ૬૦ મત સાથે મંત્રી તથા નેહા અનિલભાઈ રાઠોડ ૨૯ મત સાથે સહમંત્રી તરીકે વિજેતા જાહેર થયા હતા..
શાળા પરિવાર વતી વિજેતા ઉમેદવારો ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.. શાળાના આચાર્ય શ્રી દ્વારા આ ચુંટણી પ્રક્રિયા દ્વારા બાળકોમાં નેતૃત્વ નાં ગુણો વિકસે અને ભવિષ્યમાં એક સારા નાગરિક બને તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા વિજેતા ઉમેદવારો નું સન્માન કરવામાં આવ્યું હતું..