મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના 132 વર્ષ પહેલાં નિર્માણ પામેલ ઐતિહાસિક સ્મારક સમા એલિસબ્રિજના સ્ટ્રેન્ધનિંગ અને રિસ્ટોરેશન માટે ₹32.40 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892માં અમદાવાદ શહેરમાં સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલ આ સૌપ્રથમ બ્રિજની વિરાસત જળવાઈ રહે અને અદ્યતન ટેકનોલોજીથી તેનું સમય અનુરૂપ રીપેરીંગ કામ થાય તેવા હેતુસર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ માતબર રકમ ફળવવાનો નિર્ણય લેવામાં આવેલ છે.