કામરેજમાં વાયરલ ઓડિયોને લઈને ક્ષત્રિય સમાજનો રોષ!
સુરત જિલ્લાના કામરેજમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવા કથિત નિવેદનના વાયરલ કોલ રેકોર્ડિંગને લઈને વિવાદ સર્જાયો હતો…

વાયરલ ઓડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવતા સુરત જિલ્લા ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં કામરેજ સુગર ફેક્ટરી ખાતે પહોંચ્યા હતા અને મામલે વિરોધ નોંધાવ્યો હતો.
આ સમગ્ર વિવાદ દરમિયાન ક્ષત્રિય સમાજનો રોષ સામે આવતા કામરેજ સુગરના પ્રમુખ અશ્વિન પટેલે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હોવાનું સામે આવ્યું છે.
માફી માંગ્યા બાદ બંને પક્ષો વચ્ચેનો મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાયરલ ઓડિયોથી શરૂ થયેલો વિવાદ… અંતે માફી સાથે શાંત પડ્યો!..






