ભારત ના અબજોપતિ નજીવી રકમ આપી મુક્ત થતાં ભારતીય બેન્કિંગ સિસ્ટમ પર સવાલો ઊભા થયા છે.

NCLT (નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ) દ્વારા દેશના મીડિયા મોગલ અને એસલ ગ્રૂપના સુભાષ ચંદ્રાના રૂ. 22,006.57 કરોડના કુલ દેવા સામે માત્ર રૂ. 6.5 કરોડ ચૂકવવાનો રિઝોલ્યુશન પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે જ બેંકો અને લેણદારોને પૂરેપૂરા 99.97% જેટલો મોટો ‘હેર કટ’ સહન કરવાનો વારો આવ્યો છે. આ કેસ મુખ્યત્વે સુભાષ ચંદ્રા દ્વારા કંપનીની વિવિધ લોન માટે આપેલી પર્સનલ ગેરંટી ડિફોલ્ટ થવાને કારણે ઊભો થયો હતો. સામાન્ય માણસ હોમ લોનનો એક હપ્તો ચૂકી જાય ત્યારે સંપત્તિ જપ્ત થઈ જતી હોય છે, તેની સામે અબજોપતિઓ નજીવી રકમ આપી મુક્ત થતાં ભારતીય બેન્કિંગ સિસ્ટમ પર સવાલો ઊભા થયા છે.

આ નિર્ણય સામે ભારે રાજકીય અને સામાજિક વિવાદ જાગ્યો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે X પર કટાક્ષ કરતાં લખ્યું કે આ હેર કટ નહીં પરંતુ પૂરેપૂરું ‘મુંડન’ કરી નાખવા સમાન છે અને તે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ (IBC) ની મજાક ઉડાવે છે. બીજી તરફ લંડન ભાગી ગયેલા વિજય માલ્યાએ પણ કટાક્ષ કરતા સુભાષ ચંદ્રાને અભિનંદન પાઠવ્યા હતા. માલ્યાએ દાવો કર્યો હતો કે તેમની પાસે રૂ. 6,203 કરોડ સામે સરકારે રૂ. 14,100 કરોડ વસૂલ કર્યા છે, જ્યારે અન્ય અબજોપતિઓ નજીવી રકમ આપીને છૂટી જાય છે.

બીજી તરફ, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ (LICHFL) જેવા લેણદારોએ આ પ્લાનનો સખત વિરોધ કર્યો હતો, કારણ કે તેમના રૂ. 1,322.39 કરોડના બાકી લેણાં સામે માત્ર રૂ. 38.09 લાખ જેવી નજીવી રકમ જ ઓફર કરવામાં આવી હતી. જોકે NCLT એ સ્પષ્ટતા કરી છે કે 80.81% વૉટિંગ શેર ધરાવતા લેણદારોએ આ પ્લાન મંજૂર કર્યો હોવાથી નિર્ણય લેવાયો છે. જજ નિલેશ શર્માએ ચુકાદામાં જણાવ્યું હતું કે સુભાષ ચંદ્રાની અંગત સંપત્તિ પ્રસ્તાવિત રકમ કરતાં પણ ઓછી છે અને જો આ પ્રસ્તાવ ફગાવી દેવાય તો તેઓ સંપૂર્ણ નાદાર થશે, જેથી લેણદારોને કશું જ નહીં મળે.

Subhash Chandra, Essel Group, NCLT

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल