પૂર્વ વિદ્યાર્થીએ શિક્ષિકાને હવસનો શિકાર બનાવી!

રાજકોટમાં એક શિષ્ય દ્વારા ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગાંધીગ્રામ પોલીસ મથકે ધ્રુવલ દેસાઈ નામના યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2012-13માં પીડિત શિક્ષિકા પાસે ધોરણ-10માં અભ્યાસ કરી ચૂકેલા ધ્રુવલે વર્ષ 2024માં સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી સતત દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ માત્ર શારીરિક શોષણ જ નહીં, પરંતુ પીડિતા પાસેથી દાગીના અને રોકડ મળીને કુલ 6 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા, અને આ દરમિયાન પોતે અન્ય યુવતી સાથે સગાઈ કરી લઈને શિક્ષિકા સાથે વિશ્વાસઘાત કર્યો હતો.






