ઓલપાડ તાલુકાની કાંઠા સુગર મિલમાં કોભાંડ થયા હોવાની આશંકાને પગલે સુગર મિલના કસ્ટોડીયન દ્વારા એક ફરિયાદ આપવામાં આવી છે , આ ફરિયાદ માં કાંઠા સુગર મિલના તત્કાલીન એમ.ડી. , તત્કાલીન ગોડાઉન કીપર , તેમજ પીપલ્સ કો.ઓ.બેન્કના તત્કાલીન મેનેજર દ્વારા આ કોભાંડ કર્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે , સુગર મિલમાં જેતે સમયે જે ખાંડ નો સ્ટોક હતો તેના કરતા અનેકગણો સ્ટોક પત્રક માં બતાવવામાં આવ્યો હતો અને તેના પર એનસીડીસી માંથી માતબર રકમની લોન લેવામાં આવી હતી , જે લોન આજદિન સુધી ભરપાઈ કરવામાં આવી નથી . ખાંડ ના સ્ટોક ની દેખરેખ ની જવાબદારી પીપલ્સ કો.ઓ.બેન્કની હતી , અને ખાંડ ના જથ્થા ના વેચાણ બાદ તે રકમ બેંકમાં જમાં કરવાની જવાબદારી પણ હતી , સમગ્ર મામલે ઓલપાડ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ..






