દુનિયાની સૌથી શક્તિશાળી આર્મી ધરાવતો દેશ એટલે અમેરિકા, પણ આ અમેરિકા માટે ઇરાનના સસ્તા હથિયાર માથાના દુખાવા બન્યા છે. ઘાટ કરતા ઘડામણ મોંઘી પડે. એટલે ઇરાનના ડ્રોન હુમલા અમેરિકા પર ભારે પડી રહ્યા છે.

દુનિયાની સૌથી શક્તિશાળી આર્મી ધરાવતો દેશ એટલે અમેરિકા, પણ આ અમેરિકા માટે ઇરાનના સસ્તા હથિયાર માથાના દુખાવા બન્યા છે.

 

ઈરાનની આસપાસ આવેલા અમેરિકાના સાથી દેશોની રાતોની ઊંઘ પણ ઈરાનના આ જ હથિયારને કારણે હરામ થઈ ગઈ છે કારણકે તેનો સામનો કરવો કોઈ ખાવાના ખેલ નથી. શાહિદ-136 ડ્રોને અમેરિકાને જાણે હંફાવી દીધું છે. ઈરાન અત્યારસુધીમાં બે હજારથી પણ વધુ વન-વે ડ્રોન ફાયર કરી ચૂક્યું છે, અને અમેરિકાની બિલિયન્સ ઓફ ડોલર્સની એર ડિફેન્સ સિસ્ટમ આ ડ્રોન્સને નહોતી પકડી શકી.

ઈરાન પાસે જે ડ્રોન છે તે 11 ફિટ લાંબા છે પોતાના આગળના હિસ્સામાં 20 પાઉન્ડ જેટલા વિસ્ફોટકો લઈને ટાર્ગેટમાં ક્રેશ થઈ શકે છે. શાહિદ ડ્રોનનું લોંગ રેન્જ વર્ઝન કે જેને 136 તરીકે પણ ઓળખવામાં આવે છે તે 700 માઈલ સુધીની રેન્જ ધરાવે છે અને મિડલ ઈસ્ટમાં ગમે તે ટાર્ગેટને હિટ કરી શકે છે. અને વાત તો ખાસ એ છે કે ઇરાન એક મહિનામાં દસેક હજાર ડ્રોન બનાવી શકે છે. ઈરાન જે ડ્રોનથી વ્યાપક તબાહી મચાવી શકે છે તેની એવરેજ કિંમત 20થી 50 હજાર ડોલર જેટલી થાય છે પણ અમેરિકા દ્રારા તેને તોડી પાડવાની એક મિસાઈલની કિંમત ત્રણ મિલિયન ડોલર છે અને તેનો સપ્લાય પણ ખૂબ જ લિમિટેડ છે.જો ત્રણ મિલિયન ડોલરની આ મિસાઈલથી 20 હજાર ડોલરનું ડ્રોન તોડવાનું હોય તો ઘાટ કરતા ઘડામણ મોંઘી પડે. એટલે ઇરાનના ડ્રોન હુમલા અમેરિકા પર ભારે પડી રહ્યા છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल