બારડોલી :- શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત , જે. એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, પી.એસ. પટેલ પ્રાથમિક વિભાગ, શ્રી એચ. એમ. પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત ,
જે. એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, પી.એસ. પટેલ પ્રાથમિક વિભાગ, શ્રી એચ. એમ. પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ નવદુર્ગા સોસાયટી બારડોલીના પટાંગણમાં તારીખ: 26-01-2026ને સોમવારના રોજ રાષ્ટ્રીય પર્વ 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ શ્રી મુકેશભાઈ એમ. પટેલ (અર્થમ ગ્રુપ) તેમના સહભાગી શ્રી ભરતભાઈ આર. પટેલ તથા શ્રી વિકકી કુમાર એમ. પટેલ (અર્થમ ગ્રુપ) કારેલી બારડોલી શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી નગીનભાઈ બી. પટેલ ટ્રસ્ટી શ્રી ચેતનભાઇ જે. પટેલ પ્રમુખશ્રી મુકેશભાઈ એસ.પટેલ મંત્રી શ્રી કાંતિલાલ આર.પટેલ સહમંત્રી શ્રી રાજેશભાઈ એમ. પટેલ કોષાધ્યક્ષશ્રી મિનેશભાઈ વી. પટેલ તેમજ તમામ હોદ્દેદારો,શ્રી નવચેતન કન્યા છાત્રાલયના તમામ હોદ્દેદારો, તમામ વિભાગના આચાર્યશ્રી, તમામ વિભાગના શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગ્રામજનો અને શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સૌ પ્રથમ મુખ્ય અતિથિ શ્રી મુકેશભાઈ એમ. પટેલના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યાશ્રી સ્નેહલબેન ડી. પટેલે 77 માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી સાથે સાથે સ્વચ્છતા, એકતા અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા રૂપ ઉદબોધન આપ્યું ત્યારબાદ પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીતનું ગાન કરવામાં આવ્યું અને છેલ્લે રાષ્ટ્રગીતનું ગાયને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી.. .. 

 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી : તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર :- 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल