
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹140 કરોડના તેમજ મહેસાણા જિલ્લાના વિવિધ વિભાગોના ₹696 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રીશ્રીઓ શ્ ઋષિકેશભાઈ પટેલ તથા પ્રવિણભાઈ માળી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યા હતા.

મહેસાણાના વણથંભ્યા વિકાસને વેગવા
ન બનાવવા સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરનાર આ વિકાસકાર્યોમાં પ્રાઈમરી સ્કૂલ, સ્માર્ટ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, વોક-વે, ફ્લાયઓવર, આઇકોનિક રોડ, વોટર પ્લાન્ટ, સ્માર્ટ આંગણવાડી, સ્ટ્રીટ લાઇટ્સ વિગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી






