ડાંગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ સમય ફાળવી શૈક્ષણિક પ્રવાસ માટે ગાંધીનગર આવેલા ડાંગ જિલ્લાના માલેગામની શાળાના શિક્ષકો સહિત 150થી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓ સાથે સહજ મુલાકાત કરી સંવાદ સાધ્યો હતો; મુખ્યમંત્રીશ્રીએ આ બાળકો પાસેથી તેમને અભ્યાસ માટે મળી રહેલી અદ્યતન સુવિધાઓની વિગતો પણ જાણી હતી…

આ શાળામાં ભણીને આ વર્ષે 1 વિદ્યાર્થી આઈ.આઈ.ટી દિલ્હીમાં અને 2 વિદ્યાર્થીઓ આઈ.આઈ.ટી રૂડકી અને ગોવામાં છે. અગાઉ 182 એન્જિનીયર્સ, 22 ડોક્ટર્સ, 36 શિક્ષકો અને 65 જેટલા વિદ્યાર્થીઓએ પેરામેડિકલ અભ્યાસનો લાભ મેળવ્યો છે તેની વિગતોથી પણ મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા…






