*જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને SIR કામગીરી સંદર્ભે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ*

——-
*જિલ્લા કલેકટરના હસ્તે વિવિધ પક્ષોના પ્રતિનિધિઓએ SIRની મુસદ્દા મતદારયાદીની ડ્રાફ્ટ કોપી અર્પણ કરાઈ*
——-
*વિવિધ પક્ષોના પ્રતિનિધિઓએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થયેલ SIRની કામગીરીને બિરદાવી હતી*
——-
જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડો. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને (SIR) કામગીરી સંદર્ભે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.ગત તા૨૭મી ઓક્ટોબર ૨૦૨૫થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના હાથ ધરવામાં આવી હતી. આજે તા.૧૯મી ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારઘીના હસ્તે વિવિધ પક્ષોના પ્રતિનિધિઓને SIRની મુસદ્દા મતદારયાદીની ડ્રાફ્ટ કોપી અર્પણ કરવામાં આવી હતી.
#surat #SIR2025






