વિદેશમાં રોજગાર અને ઉજ્જવળ
ભવિષ્યના સપના સાથે જતા ભારતીયો માટે કેનેડાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના એજેક્સ (Ajax) શહેરમાં આવેલા એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે 2 મિલિયન અમેરિકી ડોલર (અંદાજે 18.5 કરોડ રૂપિયા)ની કિંમતી વસ્તુઓની ચોરીના આરોપમાં પાંચ ગુજરાતીઓ સામે ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા છે. આ ઘટનાએ કેનેડામાં વસતા ભારતીય સમુદાયમાં ચિંતા અને ચર્ચા જગાવી છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ એમેઝોનની આંતરિક ‘લોસ પ્રિવેન્શન ટીમ’ દ્વારા થયો હતો.
કંપનીની નિયમિત તપાસ દરમિયાન વેરહાઉસની ઇન્વેન્ટરીમાં મોટી અનિયમિતતા જોવા મળી હતી. તપાસમાં ખુલ્યું કે છેલ્લા બે વર્ષથી મોંઘી અને લોકપ્રિય વસ્તુઓ ગાયબ થઈ રહી હતી, જેના કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.






