
બારડોલીની પ્રાથમિક કન્યાશાળામાં CRC કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનની મુખ્ય થીમ હતી વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ. જેમાં બારડોલી કેન્દ્ર વિવિધ પ્રાથમિક શાળાઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. બારડોલીની સુથાર ફળિયાની ઝેડ. એન. પટેલ પ્રાથમિક શાળાએ વિભાગ 4 A માં રજૂ કરેલી ઇકો ફ્રેન્ડલી એર કૂલર કૃતિએ પ્રથમ ક્રમ અને વિભાગ 2 માં રજૂ કરેલી

બાયો પ્લાસ્ટિક કૃતિએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આચાર્યાશ્રી પ્રીતિબેન ભાવસારે બાળવૈજ્ઞાનિકો દેવિકા જી . સોની, યશ ડી.ભોઇ, રોનક બી.મીર, કિંજલ બી.કાનમિયા અને શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં.






