સૂરત જિલ્લા સહકારી સંઘ, સૂરત (બારડોલી) ના ઉપક્રમે તા:૧૮-૧૧-૨૦૨૫ ના રોજ શ્રી ખેડૂત સહકારી જિન લિ., વ્યારા ખાતે ૭૨મા અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી તેમજ “સહકારી ઉદ્યોગ સાહસિકતા દ્વારા યુવાનો, મહિલાઓ અને હસ્તકલા, હાથવણાટ, શ્રમ, મત્સ્યઉદ્યોગ જેવા નબળા ક્ષેત્રોને સશક્ત બનાવવા” દિન સાથે વ્યારા તાલુકા સહકારી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ, જેમાં ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ કલ્યાણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારબાદ સૂતરની આંટીથી પરંપરાગત સ્વાગત વિધિ ધી સૂરત/તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ ડિરેકટર શ્રી સિદ્ધાર્થભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યુ

આંતરરાષ્ટ્રીય સહકારી સંઘના જાહેરનામાનું વાંચન તથા સ્વાગત સૂરત જિલ્લા સહકારી સંઘના ઍફિઝકયુટિવ ઑફિસર શ્રી ભાવેશકુમાર શાંતિલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું. મુખ્ય મહેમાનો તરીકે સૂરત જિલ્લા સહકારી સંઘના ડિરેકટર શ્રી અમરસિંહભાઈ ઝીણાભાઈ ચૌધરી ધી બારડોલી નાગરિક સહકારી બેંકના જનરલ મેનેજર શ્રી પી. આર. પાંડે, ધી સૂરત/તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ ડિરેકટર શ્રી જયેશભાઈ નટવરભાઈ પટેલ, તથા સ્કોબા, સૂરતના ચેરમેન શ્રી ગૌતમભાઈ ઊમિયાશંકર વ્યાસ તથા કૃભકોના એરિયા મેનેજર શ્રી ધર્મેશભાઈ નાયક સહિતના અગ્રણીઓએ સહકારી ક્ષેત્રના વિકાસમા યુવાનોમાં ઉદ્યોગસાહસિકતાના પ્રોત્સાહન અને નબળા વર્ગોના હિત મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.

સમારંભના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ ઝવેરભાઈ પટેલ, અધ્યક્ષ – સૂરત જિલ્લા સહકારી સંઘ પોતાના ઉદબોધનમાં સહકાર આંદોલનની મૂલ્યો, ગ્રામ્ય વિકાસમાં સહકારની ભૂમિકા અને ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો.

આ કાર્યક્રમનું સંચાલન સૂરત જિલ્લા સહકારી સંઘના એકાઉન્ટન્ટ શ્રી કનુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. આભારવિધિ સૂરત જિલ્લા સહકારી સંઘના C.E.I., શ્રી વિજયભાઈ ચૌધરી દ્વારા મહેમાનો તથા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો.
સહકાર સૂત્ર સાથે કાર્યક્રમ ખૂબ જ આનંદ ઉત્સાહભેર તથા સફળતાપૂર્વક પૂર્ણ થયો.
🙏જય સહકાર🙏
ગુજરાત આત્મીયતા ન્યુઝ વ્યારા






