શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતામાં ગિજુભાઈ બધેકાની જન્મ જયંતીની ઉજવણી.


બાળકોના હૃદયમાં સ્વર્ગ હોય છે બાળકોના મનમાં ભગવાન હોય છે સ્વર્ગ અને ભગવાનનું સાયુજય એટલે જ બાળક અને એટલે જ કહેવાય છે “બાલ દેવો ભવ”. શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતામાં. ૧૫ /૧૧ / ૨૦૨૫ શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય શિક્ષણવિદ , બાળ કેળવણીકાર અને લેખક શ્રી ગિજુભાઈ બધેકા મુછાળીમાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ગિજુભાઈ બધેકાનું સર્જન એટલે જ બાળ મનોવિજ્ઞાન લક્ષી. બાળકોમાં શિક્ષણને રોચક અને રસપ્રદ કઈ રીતે બનાવવું તે માટે વાર્તા બાળગીત , અભિનય ગીત જોડકણા અને ટૂંકી અને સરળ શબ્દાવલીઓ દ્વારા બાળકને સહજતાથી સમજ પડે એ માટે શિક્ષણ આપવાનો આગ્રહ ગિજુભાઈ બધેકાનો હતો. આ શુભ અવસરે શાળાના આચાર્યશ્રી દીપિકાબેન પટેલે બાળકોને ગિજુભાઈ બધેકા વિશે માહિતી પૂરી પાડી હતી. શાળામાં અભ્યાસ કરતો ધોરણ ૫ નો વિદ્યાર્થી અવયુક્ત યોગેશભાઈ પટેલે ગિજુભાઈ બધેકાનું પાત્ર ભજવ્યું હતું. શાળાના શિક્ષક ભાવિની બહેને કાવ્ય ગાન કર્યું . આશા બહેને ગિજુભાઈ બધેકાના બાળ કેળવણીના વિચારો વ્યક્ત કર્યા. વર્ષા બહેને કાવ્ય પઠન કર્યું.અફસાના બહેને બાળ વાર્તા રજૂ કરી. કામિની બહેન, નીલમ બહેન, વર્ષા બહેન અને આશા બહેને અભિનય ગીત રજુ કર્યું. શિલ્પા બહેને બાળકોને સરસ મજાના જોડકણા સંભળાવ્યા. કમલેશભાઈએ બાળગીત રજૂ કર્યું. નાના બાળકોને આ અવસરે ખૂબ જ મજા આવી હતી. શાળાના પ્રમુખશ્રી નવીનભાઈ પટેલે આચાર્ય અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા






