મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ નો સ્પષ્ટ નિર્દેશ : રાજ્ય સરકાર રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ ચલાવશે નહીં…

સ્પષ્ટ નિર્દેશ : રાજ્ય સરકાર રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ ચલાવશે નહીં…

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તા બાબતે ઉચ્ચસ્તરીય બેઠક…

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં રાજ્યના મહાનગરોના મેયરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ અને રિજનલ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા હતા અને તેમના નગરો-મહાનગરોની રોડ-રસ્તાની સ્થિતિની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી…

માર્ગો પરના પોટહોલ્સ પુરવાના કામો અગ્રતા ક્રમે હાથ ધરાય એટલું જ નહીં, સંબંધિત અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરો નિયમિત પણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણવત્તા ચકાસતા રહે અને 30મી નવેમ્બર સુધીમાં રોડ-રસ્તાની સમગ્રતયા સ્થિતિનો સ્થળ અહેવાલ રજૂ કરે : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીએ જે સ્થળોએ બ્રિજના કામો થતા હોય ત્યાં ડાયવર્ઝન માટેના આર.સી.સી. રોડ બને જેથી સંબંધિત કામ પૂરું થાય ત્યાં સુધી નાગરિકોને વાહન-વ્યવહાર માટે કોઈ અગવડ ન પડે તે માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી…

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल