*દંપતિ વચ્ચે થતાં ઝઘડાનું કુશળ કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરતી 181 અભયમ ટીમ – બારડોલી…*
આજ રોજ 181 અભયમ હેલ્પલાઈન પર પીડિતાનો કોલ આવેલ કે મને સાસરીમાંથી મારા બાળકની કસ્ટડી જોઈએ છે માટે મદદની જરૂર છે….

ત્યાર બાદ 181 અભયમ ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ વનિતાબેન ચૌધરી અને પાઇલોટ ધર્મેશભાઈ સ્થળ પર પહોંચેલ અને જાણ્યું તો મહિલા પિયરથી સાસરીમાં તેમની દીકરીને લેવા માટે આવેલ હોય… ત્યારબાદ ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરેલ અને જાણ્યું તો તેમના લગ્નને ત્રણ વર્ષ થયેલ હોય તેમને દોઢ વર્ષની નાની દીકરી હોય તેઓ સાસરી પક્ષ તરફથી માનસિક ત્રાસથી કંટાળી અને નવરાત્રીનો તહેવાર કરવા માટે તેમના પિયર ગયેલ હોય અને ઘણાં દિવસ થયેલ હોય છતાં તેમની સાસરીમાં પાછા આવેલ ના હોય માટે તેમના પતિ તેમને પિયરમાં લેવા માટે આવેલ પરંતુ તેઓ તેમના પતિ સાથે જવા તૈયાર ના હોય માટે તેઓ તેમના પતિને સાથે આવવાની મનાઈ કરેલ હોય માટે મહિલાના પતિ તેમની દોઢ વર્ષની દીકરી ને સાસરીમાં લેતાં આવેલ હોય તેથી આજરોજ તેઓ તેમની દીકરીને લેવા માટે તેમની સાસરીમાં આવેલ હોય ત્યારબાદ ટીમ દ્વારા મહિલાના સાસરી પક્ષમાં સાસુ સસરા અને પતિ નું કાઉન્સેલિંગ કરેલ તો જાણવા મળ્યું કે મહિલાને તેમના પતિ સાથે ક્યારેક બોલાચાલી થઈ જતી પરંતુ સમાધાન થઈ જતું અને મહિલા તેમના પિયર ફક્ત નવરાત્રીનો તહેવાર મનાવવા ગયેલ હોય અને મહિલાના પતિએ જણાવેલ કે તેમની પત્નીને તેના પિયર તેઓ લેવા માટે ગયેલ હોય અને તેમના પત્નિ આવવા માટે તૈયાર પણ થઈ ગયેલ હોય પરંતુ ઘરેથી નીકળ્યા પછી તેમના પત્ની કંઈક કામ છે એમ કહી તેમની દીકરીને તેમના પાસે છોડીને ત્યાંથી જતાં રહેલ હોય ત્યારબાદ તેમના પત્નીનો સંપર્ક થયેલ ના હોય માટે તેઓ ફરી તેમના પિયર ગયેલ હોય પરંતુ ત્યાં કોઈ હતું નહિ અને ફોન પણ રિસિવ કરતાં ના હતાં માટે તેમની દોઢ વર્ષ ની દીકરીને લઈ આવતા રહેલ હોય માટે ટીમ દ્વારા મહિલાને આ બાબતે વાતચીત કરી સમજાવી ગંભીરતા જણાવેલ ત્યારબાદ મહિલાના પતિનું પણ કાઉન્સેલિંગ કરી સમજાવેલ કે હવે મહિલાને માનસિક ત્રાસ નહિ આપે આમ મહિલાના સાસરી પક્ષ મહિલાને સ્વીકારવા માટે તૈયાર હોય પરંતુ મહિલા વારંવાર અહીંયા તેમની સાસરીમાં રહેવાની ના પાડતા હોય માટે ટીમ દ્વારા મહિલાનું ઘણું કાઉન્સેલિંગ કરેલ અને નૈતિક જવાબદારી વિશે સમજાવેલ આમ બન્ને પક્ષને સમજાવી, કુશળ કાઉન્સેલિંગ કરી અને કાયદાની સમજ આપી મહિલાને તેમની દીકરીને તેમના પિયર સાથે ના લઈ જતાં અહીંયા તેમની સાસરીમાં તેમના પતિ અને દીકરી સાથે રહેવા માટે સમજાવેલ.. આમ મહિલાના પતિને પણ એવી આશા હતી કે મહિલા અહીંયા રહે માટે તેમણે ખાતરી આપેલ કે હવે પછી મહિલાને માનસિક ત્રાસ આપશે નહિ અને સાચવશે તેમજ મહિલા પણ તેમની સાસરીમાં રહેવા સહમત થઈ ગયેલ હોય.. આમ ટીમ દ્વારા બન્ને પક્ષને સમજાવી સુખદ સમાધાન કરવામાં આવેલ અને છેલ્લે મહિલાના સાસરીમ પક્ષે 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ…
ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી : 9016924808
તંત્રી : હિમાંશુ ઠાકોર






