વિકાસ સપ્તાહ અંતર્ગત ઉકાઈ ખાતે કૃષિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ*

*વિકાસ સપ્તાહ અંતર્ગત ઉકાઈ ખાતે કૃષિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ

 

*સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ખેડૂતોને માર્ગદર્શન અને વિવિધ લાભ વિતરણ કરાયા*

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બ્યુરો, તાપી તા .૧૪/૧૦/૨૦૨૫

વિકાસ આપતા અંતર્ગતતાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના કામધેનુ યુનિવર્સિટી ખાતે આજ રોજ કૃષિ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને નવીન કૃષિ ટેક્નોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ, પ્રકૃતિક ખેતી, પશુપાલન તથા સરકારની વિવિધ સહાય યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરૂ પાડવાનો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “ખેડૂતો આપણા દેશના આધારસ્તંભ છે. કૃષિ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવાથી ઉત્પાદન વધારી શકાય છે તેમજ આર્થિક સ્વાવલંબન હાંસલ થઈ શકે છે.

કાર્યક્રમ દરમિયાન સાંસદશ્રીએ ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓના લાભો વિતરણ કર્યા હતા.સાથે જ વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લીધી હતી.

કૃષિ મેળામાં મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, વિદ્યાર્થીઓ તથા કૃષિ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાતોએ ખેડૂતોને નવી તકનીકો તથા પ્રાયોગિક ઉકેલો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા -તાલુકા કક્ષાના અધિકારીઓ કર્મચારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

તાપી . ગુજરાત આત્મીયતા ન્યૂઝ

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल