Jaishankar On Pakistan: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ બાબતે ફરી એકવાર પાકિસ્તાનને આકરા શબ્દોમાં ઝાટકી નાખ્યું છે. તેમણે પાકિસ્તાનને સારા પાડોશી બનવાની સલાહ પણ આપી છે.
પાકિસ્તાની પત્રકારે જયશંકરને એક સવાલ પૂછ્યો હતો. પાકિસ્તાની પત્રકારનો સવાલ દક્ષિણ એશિયામાં આતંકવાદને લઈને હતો. તે પત્રકારે ચાલાકીથી ભારતને આતંકવાદનું મૂળ સ્ત્રોત ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, તમે ખોટા મંત્રીને સવાલ પૂછી રહ્યા છો. પાકિસ્તાન ક્યાં સુધી આતંકવાદ ફેલાવવા માંગે છે, તેનો જવાબ તો પાકિસ્તાનના પ્રધાનો આપે. જયશંકરે કહ્યું કે, દુનિયા મૂર્ખ અને ભૂલી જાય તેવી નથી.
આ સાથે જયશંકરે પાકિસ્તનને તાકીદ કરી કે, તમે તમારા કૃત્યો સ્વચ્છ કરો અને સારા પાડોશી બનવાનો પ્રયત્ન કરો. જયશંકરે ઉમેર્યું કે, દુનિયા આજે પાકિસ્તાનને આતંકવાદના એપિસેન્ટર તરીકે જુએ છે, ઘણી આતંકવાદી ગતિવિધિઓમાં પાકિસ્તાનનો હાથ રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, હું જાણું છું કે આપણે અઢી વર્ષ કોવિડમાંથી પસાર થયા છીએ અને પરિણામે આપણામાંના ઘણાને મગજમાં ધૂંધ છે. હું ચોક્કસ કહી શકું કે આ ક્ષેત્રમાં અને આ ક્ષેત્રની બહારની ઘણી પ્રવૃત્તિઓમાં કોણ હાથ ધરાવે છે, તે વાત દુનિયા ભૂલી નથી.
સાપ તેને પોષનારને પણ કરડે
ઉલ્લેખનીય છે કે, અગાઉ પાકિસ્તાનના વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારે ભારત પર આતંકવાદનો ઉપયોગ કરીને પાકિસ્તાનને અસ્થિર કરવાનો આરોપ મૂક્યો હતો. જેનો વિદેશ મંત્રી જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો હતો.
જવાબમાં જયશંકરે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનનો ઉલ્લેખ કર્યો હતું. તેમણે કહ્યું કે, મેં મીડિયા રિપોર્ટ્સમાં હિના રબ્બાનીનું નિવેદન વાંચ્યું. આ દરમિયાન મને એક દાયકા જૂનો કિસ્સો યાદ આવ્યો. તે સમયે હિલેરી ક્લિન્ટને પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. હિના રબ્બાની ખાર પણ તે સમયે મંત્રી હતા. આ દરમિયાન ક્લિન્ટને રબ્બાની સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, “તમે માત્ર તમારા પાડોશીને જ કરડશે એવું વિચારીને તમારા ઘરના બેકયાર્ડમાં સાપને રાખી શકો. સમયાંતરે તે સાપ બેકયાર્ડમાં રાખનારને પણ ડંખશે.”
તાલિબાન શાસન હેઠળ અફઘાનિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદના જોખમો અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, કાબુલ પર તાલિબાનના શાસન પછી આ પરિષદે કાઉન્સિલના ઠરાવ દ્વારા સમગ્ર અફઘાનિસ્તાનના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વ્યક્ત કરી હતી. મને લાગે છે કે તે આંતરરાષ્ટ્રીય સમુદાયની ભાવના અને દૃષ્ટિકોણ છે. અફઘાનિસ્તાન અન્ય દેશો સામે આતંકવાદના હાથા તરીકે કામ કરે નહીં તે મુખ્ય અપેક્ષા છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે, અફઘાનિસ્તાનમાં સત્તાધિકારીઓ આ કમિટમેન્ટને માન અને સન્માન આપે.
આ પણ વાંચો:
વિદેશમંત્રીનો પાકિસ્તાનનો સણસણતો જવાબ- “ઘરમાં સાપ પાળશો, તો તમને જ ડંખશે, સુધરી જાઓ”
ન્યૂયોર્કમાં પોતાની બે દિવસીય મુલાકાતનો સારાંશ આપતા તેમણે કહ્યું હતું કે, આ અમારી વર્તમાન મેમ્બરશિપનો છેલ્લો મહિનો છે અને અમારી આ 8મી ઇનિંગ દરમિયાન દરિયાઇ સુરક્ષા, યુએન પીસકીપિંગમાં ટેકનોલોજી, યુએનના સુધારા અને એજન્ડાના કેન્દ્રમાં આતંકવાદ વિરોધી મુદ્દાઓ જેવી થીમ આપી છે.
News18ગુજરાતી
તેઓએ ઉમેર્યું કે, અમે ઘણા ચિંતાજનક મુદ્દાઓ પર ગ્લોબલ સાઉથનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે. અમે માત્ર તેમની રુચિ અને ચિંતાઓને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો નથી, પણ શું અમે કાઉન્સિલમાં પુલ તરીકે કામ કરી શકીએ છીએ કે કેમ તે જોવાનો પણ પ્રયાસ કર્યો છે. આ સાથે જયશંકરે ભારતે સુરક્ષા પરિષદ 2028-29માં આગામી કાર્યકાળ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી દીધી હોવાની અને ભારત તેની રાહ જોઈ રહ્યું હોવાની વાત પણ કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર