Green City Gandhinagar: હરિયાળા પાટનગર ગાંધીનગરમાં વિકાસના કામો તેજ ગતિએ થઈ રહ્યા છે. આવામાં હવે ધારાસભ્યોના આલિશાન નિવાસસ્થાન બનાવવા માટે ઝાડ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અહીં અગાઉ જે સુવિધાઓ ધારાસભ્યોને નિવાસસ્થાન પર મળતી હતી તેના કરતા ભવ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.