રાજકોટ અને જામનગર ખાતે ગુરુવારે પોલીસ અને ક્ષત્રિયાણીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલે રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પરશોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, આ શાયરી બોલવાનો સમય નથી. બધું જોઈ લીધું હોય તો ઉમેદવારી પાછી ખેંચો લો. ટિકિટ રદ ન થાય તો શું કરવું એ ક્ષત્રિય સમિતિ નક્કી કરશે.