01
Junagadh: ચૂંટણીને લોકશાહીનો આધાર સ્તંભ ગણવામાં આવે છે, ચૂંટણી દ્વારા નાગરિકો પોતાના જનપ્રતિનિધિઓને શાસન કરવાની સત્તા સોંપે છે. ત્યારે દેશનું ભવિષ્ય છે, તેવા વિદ્યાર્થીઓ લોકશાહીના મૂલ્યો અને પદ્ધતિ આત્મસાત કરે, તે માટે જૂનાગઢ જિલ્લામાં રચનાત્મક અભિગમ સાથે જિલ્લાની પ્રાથમિક શાળામાં ‘ચુનાવ કી પાઠશાળા’ એવમ બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાની 485 જેટલી પ્રાથમિક શાળામાં ‘ચુનાવ કી પાઠશાળા’ એવમ બાળ સંસદ યોજાઈ હતી.