*“સ્વચ્છતા હી સેવા અભિયાન -૨૦૨૪”*
–
*વ્યારાનગરપાલિકા સ્થિત તળાવ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું*
–
*વ્યારાનગરને સ્વચ્છ અને સુંદર બનાવવા નગરજનોને અનુરોધ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી*
–
*માહિતી બ્યુરો, તાપી તા. ૨૧* સમગ્ર ગુજરાત સહીત તાપી જિલ્લામાં ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ ની થીમ સાથે જનભાગીદારીથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાન ચાલી રહ્યું છે.
ત્યારે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ વ્યારા નગરપાલિકા ખાતે આવેલ તળાવની મુલાકાત લઈ તળાવની ફરતે પોતે ભાગ લઇ સાફ-સફાઇ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો.
રાજ્ય મંત્રીશ્રીએ તળાવની અજુબાજુ આવેલી લારી-ગલ્લા પર સાફસફાઇ રાખવા અનુરોધ કર્યો હતો.
વધુમાં વ્યારાનગરના ચીફ ઓફિસરને વ્યારાનગરમાં દૈનિક ધોરણે સ્વચ્છતા જાળવાવા તાકિદ કરી હતી.
સફાઇ અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિ સહિત નગરપાલિકાના અધિકારીશ્રીઓ,પદાધિકારીઓએ સાફ- સફાઇ અભિયાનમાં
સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું કે, સફાઇ અભિયાનએ જન આંદોલન છે જેમાં આપણે સૌએ પોતાનું યોગદાન આપવું પડશે. અભિયાનની શરૂઆત આપણા પોતાના ઘર-ગામ-શહેરથી કરવી પડશે
0000